Daily Current Affairs Mock Test in Gujarati - 122
1.
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબી વિશે નીચેના વિધાનો તપાસો.
A) તેમનો જન્મ 30 એપ્રિલ 1927ના રોજ કેરળમાં થયો હતો.
B) 2023માં તેમની 96મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
2.
પ્રખ્યાત નૃત્યાંગના સોનલ માનસિંહ વિશે નીચેના વિધાનો તપાસો.
A) તેઓ ઓડિસી નૃત્યના પ્રખ્યાત નૃત્યાંગના હતા.
B) તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર 2003માં એનાયત કરવામાં આવ્યો હતો.
C) તેમનો જન્મ 30 એપ્રિલ 1944ના રોજ થયો હતો.
D) 2023માં તેમની 79મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.
3.
કુન્દનિકા કાપડિયા વિશે નીચેના વિધાનો તપાસો.
A) તેમનો જન્મ લીમડી (સુરેન્દ્રનગર) ખાતે થયો હતો.
B) તેમનુ સાહિત્યિક ઉપનામ સ્નેહધન છે.
C) પાંચ પગલાં પાતાળમાં તેમની પ્રખ્યાત નવલકથા છે.
D) તેઓનુ અવસાન 2020માં વલસાડ ખાતે થયું હતું.
4.
ગુજરાત રાજ્યનો 63મો સ્થાપના દિવસ.
A) ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઓળખાય છે.
B) રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી.
C) દર વર્ષે 8 ઓગસ્ટ મહાગુજરાત આંદોલન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
D) ગુજરાત હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી છે.
5.
આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ અને વિશ્વ મજૂર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
6.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કયા સ્થળે કરવામાં આવ્યો?
7.
ગુજરાત વિશે લખાયેલા અને ગુજરાતનું ગૌરવ વધારતી ગુજરાતી સાહિત્યકારોની પંક્તિઓ વિશે સાચી માહિતી જણાવો.
A) જય જય ગરવી ગુજરાત
દીપે અરૂણું પરભાત. - નર્મદ
B) મળતાં મળી ગઈ મોંઘેરી
ગુજરાત મોરી મોરી રે. - ઉમાશંકર
C) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. - ખબરદાર
D) જય સોમનાથ જય દ્વારકેશ
જય બોલો વિશ્વના નાથની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ
યશગાથા ગુજરાતની. - રમેશ ગુપ્તા
8.
હાલમાં પ્રકાશસિંહ બાદલનું અવસાન થયું તેઓ કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પદે નિયુક્ત હતા?
9.
રમત અને રમતવીર વિશે નીચેના વિધાનો તપાસો.
A) અંજુ બોબી જ્યોર્જ - લોંગ જંપ
B) સાનિયા મિર્ઝા - બેડમિન્ટન
C) અનુપ કુમાર - કબડ્ડી
D) મહેશ ભૂપતિ - ટેનિસ
10.
હાલમાં ભારતની પ્રથમ વોટર મેટ્રો ટ્રેનનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે?
Nice Test and learn to more information..
Good experience in test